Gujarat Rain Data: રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ, અહીં તો દે ધનાધન પડ્યો

Gujarat Rain Data: રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ, અહીં તો દે ધનાધન પડ્યો

 

Photo by Google

  1. Gujarat Rain data Rain in 159 talukas in 24 hours in the state: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં વરસાદની રાહ જોવાઇ રહી હતી, ત્યારે ગઇકાલે કાલે ત્યાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. આવામાં રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે વરસાદની આંકડાની વાત કરીએ તો, રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
  2. સૌથી વધારે નવસારી તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. નવસારીમાં 4.2 ઈંચ, પલસાણામાં 4.1 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જલાલપોરમાં 3.5 ઈંચ અને ઉમરગામમાં 3.4 ઈંચ વરસાદ વરસ્યો હતો.
  3. નોંધનીય છે કે, સાબરકાંઠાની હરણાવ નદીમાં બીજી વાર પૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું છે. વિજયનગરની હરણાવ નદીમાં પૂર આવ્યું છે. વિજયનગરનાં કેલાવા, ખોખરા, સહિત ઉપરવાસમાં ભારે વરસાદ છે, ત્યારે ભારે વરસાદના પગલે હરણાવ નદી બે કાંઠે વહેતી થઇ છે. બીજી વાર નદીમાં પાણીની આવક થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
  4. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. આજે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
  5. આવતીકાલે રવિવાર માટે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની આગાહી છે.

Post a Comment